મોડાસાના વાંટડા પાસે બે કારો ટકરાતા મહંતનું મોત

પ્રભુદાસ પટેલ, મોટી ઇસરોલ,
અરવલ્લી જિલ્લામાં મોડાસાના વાંટડા પાસે બે કારો સામસામે ટકરાતા મહંતનું મોત નીપજ્યું હતું. જેમાં રાજસ્થાનના કાલેશ્વરી મંદિરના મહંતનું મોત થયું હતું.
હાઇવેના નવીનીકરણમાં ડાયવર્ઝનના કારણે અકસ્માતોની હારમાળા સર્જાઈ છે દરમિયાન આજે મોડી સાંજે આ અકસ્માત સર્જાયો હતો ડાયવર્ઝનના કારણે ૧૫ દિવસમાં અકસ્માતની ૧૦ ઘટના અહીં સર્જાઈ છે.