અંકલેશ્વર તાલુકાના કાસીયા ગામના ભીમાભાઈ વસાવા કેળની વાડીની ખેતી ફળી

ટિસ્યુકલ્ચર કેળ વાડીનો પાક કર્યા બાદ આશરે એક એકરમાંથી ૨૦ થી ૨૨ ટન કેળનું ઉત્પાદન : અંદાજીત રૂ..૧,૬૦,૦૦૦/- જેટલી આવક
સાચી શ્રધ્ધા અને ચોક્કસ દિશામાં મહેનત કરવામાં આવે તો સફળતા જરૂરથી મળે છે આ વાત અંકલેશ્વર તાલુકાના કાસિયા ગામના ભીમાભાઈ છીદિયાભાઈ વસાવાએ સાબિત કરી બતાવ્યું છે. ભીમાભાઈ વસાવા કે જેઓ પોતાના ખેતરમાં પરંપરાગત ખેતી જેવી કે, તુવેર, જુવાર – શાકભાજીની ખેતી કરતાં હતા. જેમાં એક એકરે આશરે વાર્ષિક રૂ..૧૭ હજાર થી રૂ..૨૦ હજાર જેટલી આવક મળતી હતી. ભીમાભાઈ વસાવાને ટ્રાયબલ સબપ્લાન ભરૂચના સહયોગથી કેળ વાડી આપવાની યોજના વર્ષ ૨૦૧૮-૧૯ માં લાભ આપવામાં આવ્યો જેની યુનિટ કોસ્ટ (સહાયની રકમ) પ્રતિ એકરે રૂ..૭૪૧૨૪/- હતી.
જેનો લાભ મેળવી ભીમાભાઈ ધ્વારા કેળ વાડી બનાવવામાં આવી. ભીમાભાઈ વસાવા ટિસ્યુ કલ્ચર કેળ વાડીનો પાક કર્યા બાદ આશરે એક એકરમાંથી ૨૦ થી ૨૨ ટન કેળનું ઉત્પાદન થાય છે અને અંદાજીત રૂ..૧,૬૦,૦૦૦/- જેટલી આવક થાય છે. ભીમાભાઈને ટ્રાયબ સબ પ્લાન ભરૂચ ધ્વારા આદિજાતિ ખેડૂત લાભાર્થિઓને કેળ વાડી આપવાની યોજનાનો લાભ થયા બાદ આર્થિક સક્ષમ થયેલ છે અને તેઓનું જીવન ધોરણ ઉંચુ આવલે છે. તેમને મળેલ આર્થિક સક્ષમતા સરકારની આદિજાતિ ઉત્કર્ષ યોજનાને આભારી છે. સરકારનો આભાર માનીએ તેટલો ઓછો છે તેમ ગર્વથી કહે છે.