મુખ્યમંત્રીના જન્મ દિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા વિરમગામમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યુ

મુખ્યમંત્રીના જન્મ દિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા વિરમગામમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યુ
Spread the love

વંદના નીલકંઠ વાસુકિયા – વિરમગામ

વિરમગામ નગરપાલીકા હોલમાં કેક કાપીને ભાજપ અને ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા મુખ્યમંત્રીના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી

ગુજરાત રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના જન્મ દિવસની ૨જી ઓગસ્ટે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી ત્યારે અમદાવાદ જીલ્લાના વિરમગામ શહેરમાં વૃક્ષારોપણ કરીને ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. વિરમગામ નગરપાલીકાના હોલમાં કેક કાપીને ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા મુખ્યમંત્રીના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પુર્વ ધારાસભ્ય ડો.તેજશ્રીબેન પટેલ, નગરપાલીકા પ્રમુખ રીનાબેન પંડ્યા, કાન્તિભાઇ પટેલ, દિલીપભાઇ ધાધલ, નિલેશભાઇ ચૌહાણ,નવદિપભાઇ ડોડીયા, કિરીટસિંહ ગોહિલ, હરિશભાઇ મચ્છર, હિતેશભાઇ મુનસરા, નિલેશભાઇ રાણા, જગદિશભાઇ રાવળ, કિરણભાઇ સોલંકી, રસીકભાઇ કોળી સહિત નગરપાલીકાના કાઉન્સિલરો, ભાજપના  હોદ્દેદારો, નગરપાલીકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનિય છે કે, ૭ ઓગસ્ટ ૨૦૧૬ ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ વિજયભાઈ રૂપાણીએ રાજ્યના સુશાસનના ચાર આધારસ્તંભ આપ્યા છે: પારદર્શક સરકાર, સંવેદનશીલ સરકાર, નિર્ણાયક સરકાર, પ્રગતિશીલ સરકાર. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સૂત્ર “સૌનો સાથ, સૌનો વિકાસ”ને અપનાવીને સમાજના સૌ વર્ગોના કલ્યાણ તેમજ ઝડપી અને પારદર્શી વિકાસને મુખ્યમંત્રીએ પ્રાથમિકતા આપી છે. વિજયભાઈ રૂપાણીએ ખેતી, ઉદ્યોગ અને સર્વિસ સેક્ટરના વિકાસને સમાન પ્રાધાન્યતા આપવાની, નિયમોનું સરળીકરણ કરવાની અને નાગરિકોની સુવિધા માટે આંતરમાળખાકીય સુવિધાઓના માળખાને સુદ્રઢ બનાવવાની નરેન્દ્રભાઈ મોદીની પરંપરાને આગળ ધપાવી છે. મુખ્યમંત્રીએ સામાન્ય નાગરિકો માટે આરોગ્ય, શિક્ષણ, રોજગારી જેવા પાસાઓમાં પણ સંવેદનાસભર અભિગમ અપનાવ્યો છે અને અત્યંત ઝડપથી રાજ્યના વિકાસ અને નાગરિકોના કલ્યાણને લગતાં મહત્વના નિર્ણયો લીઈને સર્વાંગી વિકાસમાં ગુજરાતને અગ્રતાક્રમે રાખવાની પરંપરા અને પ્રતિબદ્ધતાને આગળ ધપાવી છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!