પે સેન્ટર પ્રા.શાળા સૈજપુરમાં જૂન-જુલાઇ માસ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ

પે સેન્ટર પ્રા.શાળા સૈજ્પુરમાં જૂન-જુલાઇ માસ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાલુ માસમાં 21 મી જૂન ના દિવસે શાળામાં વિશ્વ યોગ દિવસ અંતર્ગત શાળાના શિક્ષક શ્રી સુરેશભાઇ વણકર દ્રારા બાળકોને યોગની માહિતી અને યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.24 મી જૂનના દિવસે શાળાના પટાંગણમાં એસ.એમ.સી. સભ્યો અને શાળા સ્ટાફની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
તા:-25/6/2019 થી 29/6/2019 સુધી શાળામાં શાળા સલામતી સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં શિક્ષક શ્રીઓ દ્રારા દરોજ પ્રાર્થના સમ્મેલનમાં બાળકોને આપતિ અને તેનાથી બચવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જૂન માસ દરમિયાન શાળામાં શાળાબાગ નું નિર્માણ અને વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
તા:-3/7/2019 ના દિવસે શાળામાં બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.ધો-1 થી 5 ના બાળકો દ્રારા રંગપુરણી, છાપકામ, ચિત્રકામ, માટીકામ, ચીટકામ, રેતીકામ, બાળ રમતો જેવી વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી હતી અને ધો 6 થી 8 ના બાળકો દ્રારા મહેંદી,રંગોળી,ઇલેક્ટ્રીક અને ઇલેક્ટ્રોનિક્સ સાધનોની સમજ, લાઈવ ભોજન સામગ્રીના સ્ટોલ જેવી અનેક પ્રવૃતિઓ કરવામાં આવી હતી.શિક્ષકશ્રીઓના માર્ગદર્શન હેઠળ બાળકો એ સુંદર પ્રવૃતીઓ કરી આનંદ માણ્યો હતો.
5 જુલાઇના રોજ શાળામાં બાળમંત્રીમંડળ ની રચના કરવામાં આવી હતી.મંત્રીમંડળના તમામ મંત્રીના શાળા ના અલગ અલગ કામગીરીના વિભાગ વહેચવામાં આવ્યા હતા.ગૌરી વ્રત નિમિતે શાળામાં મહેંદી સ્પર્ધા અને કેશ ગૂંથણ સ્પર્ધા રાખવામા આવી હતી.તેમજ દૂ.ઉ.સ.મંડળી સૈજપુરના કર્મચારી સ્ટાફ અને શાળાના શિક્ષક શ્રીઓ તરફથી શાળાની બહેનોને ખાઉં તેમજ શાળાના વિધ્યાર્થી ભાઈઓને પફ આપવામાં આવ્યા હતા.તેમજ અનિલભાઈ રાવળ તરફથી શાળામાં શાળાની વિધ્યાર્થિનીઓ ને ગૌરી વ્રત નિમિતે કેળાની વેફર આપવામાં આવી હતી.
તા:-15/7/2019 થી 20/7/2019 દરમિયાન શાળામાં વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.ગુરુપૂર્ણિમા દિવસ નિમિતે શાળામાં બાળકો દ્રારા ગુરુપૂજન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.માસના અંતે તા:-27/7/2019 ના રોજ દિપાબેન જિગરકુમાર પટેલ ગામ ચકલાસી હાલ.પેરિસ અને શ્રી સંભૂભાઇ બબૂભાઈ સોલંકી ગામ સેજપુર તરફથી શાળાના તમામ બાળકોને દાબેલી નો નાસ્તો આપવામાં આવ્યો હતો.આ દિવસે શાળાના દાતાશ્રી હર્ષદભાઈ રાઠોડ તરફથી શાળામાં 2000/- નું રોકડ દાન આપવામાં આવ્યું હતું. શાળાના આચાર્યશ્રી તમામ દાતાશ્રીઓ નો આભાર વ્યક્ત કર્યો હતો.