વિશ્વ આદિવાસી દિને ધરમપુર ખાતે આદિવાસીઓનું પ્રિય ‘‘ભડકું” પિરસાયું

વલસાડ
વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ધરમપુર ખાતે આદિવાસીઓનું પ્રિય ‘‘ભડકું” જાહેર જનતાને પિરસવામાં આવ્યું હતું. આદિવાસી એકતા પરિષદ ધરમપુર ટીમ દ્વારા કડા ભાતના ચોખામાંથી બનાવેલું ભડકું સાથે આજીલો, લીલા ધાણા- મરચાંની લીલી ચટણી અને કરમદા, કેરીનું પાણીચું અથાણુંનો આહ્લાદક સ્વાવદ કંઇક અનેરો હતો. સૌ અબાલ વૃધ્ધોર સહિત નગરજનોએ આ ભડકુંનો સ્વાીદ માણ્યોક હતો.