કડીની નાનીકડી કેનાલમાં બે પ્રેમી પંખીડાઓએ મોત વહાલું કર્યું

ધવલ ગજ્જર, કડી
કડી શહેરની બાજુમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં શુક્રવારે વહેલી સવારના રોજ નાનીકડી થી દેત્રોજ તરફ પસાર થતી કેનાલમાં બે પ્રેમી પંખીડાઓએ મોત વ્હાલું કર્યું હતું.
જાણવા મળતી માહિતી અનુસાર કડીના નાની કડીથી દેત્રોજ તરફ જતી કેનાલમાં શુક્રવારે વહેલી સવારે બે પ્રેમી પંખીડાએ નર્મદા કેનાલમાં કૂદીને મોત વ્હાલું કર્યું હતું કેનાલ ઉપરથી ડીસ્કવર બાઇક તથા બંનેના ચંપલ મળી આવ્યા હતા સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને સ્થાનિક તરવૈયાઓને કેનાલમાં લાશને ગોતવા સારું ખૂબ મહેનત કરી હતી પરંતુ કંઇ હાથ લાગ્યું ન હતું તેથી કડી પોલીસે અમદાવાદથી ટીમ બોલાવીને હાલનર્મદા કેનાલમાં લાશને ગોતવા તરવૈયા દ્વારા પ્રયત્ન ચાલુ છે
બંનેની ઉંમર ૧૮થી ૨૦ વર્ષની હોવાનું જાણવા મળેલ છે અને બન્ને કડીના ચંદીગઢ વિસ્તારમાં રહેતા હતા અને બંને ઠાકોર સમાજના હોવાનું સ્થાનિક લોકો દ્વારા જાણવા મળેલ છે