ફ્લાઈટમાં ગુદા માર્ગે લિક્વિડ સોનાનો જથ્થો છુપાવીને લાવનાર શખ્શ ઝડપાયો

સુરત,
મંગળવારે મોડી રાત્રે શારજાહથી આવેલી ફ્લાઈટ સુરત એરપોર્ટ પર ૧૧ લાખની કિંમતના સોનાના લિક્વિડ જથ્થાને ગુદા માર્ગમા છુપાવીને લાવનાર દિલ્હીના યુવાનને સુરત કસ્ટમ વિભાગે ઝડપી લીધો છે. શારજાહથી સુરત આવેલી ફ્લાઈટમાં મોડી રાત્રે સુરત એરપોર્ટ પર ઉતરેલા મહંમદ દિલ્હી વાસી મહમદ નામના યુવાનની શંકાસ્પદ વર્તણૂક જણાઈ હતી. જેથી સુરત એરપોર્ટ ઓથોરિટી તથા કસ્ટમ ઇન્ટેલિજન્સની ટીમ દ્વારા તેની તલાશી લેવામાં આવી હતી. જે દરમિયાન દિલ્હીના મહંમદના આ પેસેન્જરના ગુદામાર્ગ માંથી લિકવિડ ફોર્મમાં ૨૭૫ ગ્રામ સોનાનો જથ્થો મળી આવ્યો હતો .જેની કિંમત ૧૧ લાખ જેવી થવા જાય છે.
દિલ્હીવાસી યુવાન શારજાહથી દાણચોરીથી આ સોનાનો જથ્થો છુપાવીને લાવ્યો હતો. જેથી કસ્ટમ વિભાગે તેની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે અત્રે નોંધનીય છે કે સુરત ફ્લાઇટ શરૂ થયા બાદ દાન ચોરીના ઈરાદે સોનાનો લિક્વિડ પેશન રૂપમાં જથ્થો લાવવાના એકથી વધુ કિસ્સા તાજેતરમાં બહાર આવ્યા છે.જેમાં મોટાભાગે ૨૦ લાખથી ઓછી કિંમતના સોનાના જથ્થો છુપાવીને લાવવામાં આવી રહ્યો છે. જેના કારણે કસ્ટમ વિભાગ આવા કેસમાં આરોપીઓની ધરપકડ કરી શકતી નથી.સુરત શાહજાહની ફ્લાઈટમાં ગુદા માર્ગે લિક્વિડ સોનાના જથ્થો છુપાવીને લાવનાર દિલ્હીવાસી ઝડપાયો.