સંકલિત બાળ વિકાસ યોજના દ્વારા પોષણમાહ અંતર્ગત આંગણવાડી વર્કરોને મોબાઇલ વિતરણ કરાયા

વલસાડ,
સંકલિત બાળ વિકાસ યોજનાને ગ્રામ્યમ કક્ષાએથી સીધી સરકાર સાથે સંલગ્ન કરવા માટે આંગણવાડી વર્કરોને આઇસીડીએસ-સીએએસ પોષણ અભિયાન હેઠળ ૧૮૯૯ જેટલા મોબાઇલ વિતરણનો કાર્યક્રમ મોરારજી દેસાઇ ઓડિટોરિયમ વલસાડ ખાતે વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્ય૯કક્ષાના મંત્રી રમણલાલ પાટકરના અધ્યદક્ષ સ્થાસને યોજાયો હતો.
આ અવસરે આદિજાતિ રાજ્યામંત્રી રમણલાલ પાટકરે જણાવ્યુંણ હતું કે, મોબાઇલમાં આપેલા સોફટવેરના ઉપયોગથી રાજ્યરની દરેક આંગણવાડીઓ સીએમ ડેસ્કલબોર્ડ સાથે સીધી સંપર્કમાં આવી જશે, અને તેનું ગાંધીનગરથી સીધું મોનિટરિંગ કરવામાં આવશે. મોબાઇલમાં કોમન એપ્લીકેશન સેન્ટ રના ઉપયોગથી આંગણવાડી વર્કરોએ નિભાવવાના થતા ૧૧ જેટલા રજિસ્ટરોમાંથી ૧૦ રજીસ્ટ ર બનાવવાની જવાબદારી ઓછી થશે. આધુનિકરણને પ્રજા સાથે જોડી પ્રજાજનોને રાજ્યટ સરકારની યોજનાઓથી વાકેફ કરવામાં આવશે. તેમણે રાજ્યવ સરકારની વિવિધ યોજનાઓની વિસ્તૃણત જાણકારી આપી તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. બેટી બચાવો બેટી પઢાઓ હેઠળ શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી વર્કરો અને તેડાગરોને માતા યશોદા એવોર્ડ આપી સન્માોનિત કરવામાં આવે છે, તેમ જણાવી રાજ્યા સરકારના દરેક કાર્યક્રમોની જાણકારી જન-જન સુધી પહોંચાડવાની સાથે સમાજ માટે રચનાત્મમક કાર્ય કરી રહેલી આંગણવાડી વર્કરોને આધુનિક ગુજરાત-મોડેલ ગુજરાત બનાવવામાં સહયોગી થવા બદલ અભિનંદન પાઠવ્યાા હતા. કુપોષણ નિવારણ માટે પણ સતત કાર્યરત રહેતાં આજે રાજ્યગમાંથી કુપોષણનો દર ખૂબ જ નીચે પહોંચી ગયો છે. સરકારની શ્રમિક માનધન, ખેડૂત સમ્માાનનિધિ યોજનાના લાભાર્થીઓને લાભ અપાવવા માટે મદદરૂપ બનવા અનુરોધ કર્યો હતો.
આઇ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ અધિકારી જ્યો ત્સાનાબેન પટેલે સ્વાનગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતા.
આ અવસરે મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તેએ આધુનિક ટેકનોલોજીથી સજ્જ મોબાઇલનું વિતરણ કરવાની સાથે બેટી બચાવો બેટી પઢાઓ હેઠળ ધાત્રી માતાઓની દેખરેખની શ્રેષ્ઠધ કામગીરી કરનાર આંગણવાડી વર્કર અને આશાવર્કરોનું સ્મૃ તિચિહન આપી શાલ ઓઢાડી સન્માળન કરાયું હતું. પોષણ અભિયાન હેઠળ ઘરે આપવામાં આવતી બાળ શક્તિક, પૂર્ણશક્તિત, માતૃશક્તિ માંથી બનાવેલી ૬૦ જેટલી પોષણયુક્તહ આહારની વાનગી અને રંગોળી હરિફાઇના વિજેતાનોએ ઇનામનું વિતરણ કરાયું હતું.
આ અવસરે જિલ્લા કલેક્ટોર સી.આર.ખરસાણ, જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વંદનાબેન ટંડેલ, મહિલા અને બાળ વિકાસ અધ્ય ક્ષા ભાનુબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, આદર્શ મહિલા મંડળના પ્રમુખ સરલાબેન પટેલ, પ્રકાશભાઇ, આંગણવાડી વર્કરો, આશાવર્કર બહેનો ઉપસ્થિલત રહ્યા હતા. આ અવસરે પોષણ માહ અંગેના શપથ પણ લેવડાવવામાં આવ્યાખ હતા. આભારવિધિ સીડીપીઓ દિપ્તી બેને કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા કો-ઓર્ડિનેટર દર્શાલીબેને કર્યું હતું.