નાની કડીની ડી. જે. કન્યા વિદ્યાલયમાં કાવ્યપઠન કાર્યક્રમ

નાનીકડી વિસ્તારમાં આવેલી ડી.જે.કન્યા વિદ્યાલયમાં તા-21/10/19 ના સોમવારના રોજ ચુનિકાકા સાહિત્ય વર્તુળ અંતર્ગત કાવ્યપઠન કાર્યક્રમ યોજાયી ગયો. કાવ્યપઠન કાર્યક્રમમાં ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ ગઝલકાર શ્રી કિશોર જિકાદરા તથા પ્રજ્ઞાબેન પટેલ તથા કડીના સાહિત્યકાર શ્રી ધર્મેન્દ્રભાઈ પટેલ તથા લોકસાહિત્યકાર શ્રી ખોડાભાઈ પટેલ (ધર્મેશ) તથા શ્રી સરસ્વતી કન્યા કેળવણી મંડળ નાનીકડીના મંત્રીશ્રી માણેકલાલ પટેલ અને શાળાના આચાર્ય ડૉ. માલતીબેન પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
શાળાના આચાર્ય ડૉ. માલતીબેન પટેલે આગંતુક સાહિત્યકારોનું સંસ્થામાં સ્વાગત કર્યું હતું. મંત્રી માણેકલાલ પટેલે પ્રાસંગિક ઉદબોધનમાં સ્વ:ચુનીકાકાને શ્રદ્ધાંજલિ અર્પિત કરતા કહ્યું કે આ સંસ્થા એમના સ્વપ્નનું સાકાર સ્વરૂપ છે.ડૉ. માલતીબેન પટેલ પોતાના પ્રવચનમાં સાહિત્ય વર્તુળનો ઉદેશ્ય સંસ્કારોનું સિંચન કરવાનો છે.ડૉ. ધર્મેન્દ્રભાઈ પટેલે મહેમાનો પરિચય કરાવ્યો અને ખોડાભાઈ પટેલે પોતાની રચનાઓ પ્રસ્તુત કરી.આ પ્રસંગે ગુજરાતના પ્રસિદ્ધ ગઝલકાર કિશોર જિકાદરાએ પોતાની આગવી શૈલીમાં ગઝલોનું પઠન કર્યું.
પ્રજ્ઞાબેન પટેલે પોતાની કવિતાઓનું રસપાન કરાવ્યું અને વિદ્યાર્થીનીઓને યુગાનુરુપ જીવવાની સલાહ આપી હતી.ચુનીકાકા સાહિત્ય વર્તુળના સંયોજક ડૉ. ઇશ્વરસિંહ ચૌહાણે સંપૂર્ણ કાર્યક્રમનું સફળતા પૂર્વક સંચાલન કર્યું હતું. વિધાર્થીનીઓ બહુજ રસથી સાહિતિક કૃતિઓ માણી હતી અને કાર્યક્રમને સફળ બનાવવા સારસ્વત શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.