સાબરકાંઠા : હિંમતનગરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા નબી સાહેબનો જન્મદિવસ ઉજવાયો

હિંમતનગરના હૂસેનીચોકથી અસરફ બાવા દ્વારા જુલુસ ને લીલી ઝંડી આપી કાર્યક્રમ ચાલુ કરવામાં આવ્યો હતો. હિંમતનગરના જુદા જુદા વિસ્તારોમાં રેલી કાઢી મુસ્લિમ બિરાદરો દ્વારા શાંતિના પ્રતીક એવા નબી સાહેબ વિસે જાણકારી આપી હતી. વિશ્વ શાંતિ કે પ્રણેતા અને સમગ્ર જીવસૃષ્ટિ માટે રહમત બનીને આવ્યા ઇસ્લામના અંતિમ અને મહાન પયગંબર હજરત મોહમ્મદના જન્મદિન નિમિતે આજે મુસ્લીમ સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહી જુલ્સ કાઢવામાં આવેલ તમામ લોકોને બહુજ ઉમંગમાં હતા જુદી જુદી જગ્યાએ નિયાઝ જો પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યું હતું. જુદા-જુદા વિસ્તારોમા થઈ જુલુસ આખરે હસનસહિદ બાવાની દરગાહ લઈ જવાયો હતો અને ત્યાં દુઆ માંગી પ્રોગ્રામ પૂર્ણ કરવા મા આવ્યું હતું. સમગ્ર પોલીસ સ્ટાફ દ્વારા ખૂબ સરસ રીતે જુલુસની દેખરેખ રાખવામાં આવી હતી કોઈ પણ જગ્યા એ કોઈ પણ વિવાદ વગર જુલુસ નીકળ્યું હતું.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)