ડબલ મર્ડર કેસના આરોપી ભીમા દુલા ઓડેદરાને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા

પોરબંદર,
વર્ષ ૨૦૦૪માં ડબલ મર્ડર કેસના આરોપી ભીમા દુલા ઓડેદરાને સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન મંજુર કરવામાં આવ્યા છે. ભીમાએ વર્ષ ૨૦૦૪માં આદિત્યાણામાં એક મુÂસ્લમ પિતા-પુત્રની હત્યા કરી હતી. અગાઉ પોરબંદર કોર્ટ દ્વારા ભીમા ઓડેદરા ઉપરાંતના તેના બનેવી છગન કરશન કારાવદરા સહિતના બીજા આરોપીઓને નિર્દોષ છોડી મુક્્યા હતા પરંતુ તે પછી હાઈકોર્ટે ૨૦૦૭માં ભીમા અને તેના બનેવી છગનને આજીવન કેદનો હુકમ કર્યો હતો.
વર્ષ ર૦૦૪માં આદિત્યાણામાં સંધી મુસ્લીમ પિતા પુત્ર-ઇસ્માઇલ હુસેન મુંદ્રા અને યુસુફ ઇસ્માઇલ મુંદ્રા મર્ડર કેસમાં હાઇકોર્ટ દ્વારા ફરમાવાયેલી આજીવન કેદની સજા સંદર્ભે હાલ ગોંડલ સબ જેલમાં રહેલ ભીમાભાઇ દુલાભાઇ ઓડેદરાને સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન મંજૂર કરવામાં આવ્યા છે. આદિત્યાણા બસ સ્ટેન્ડ પાસે સંધી પિતા-પુત્રનું મર્ડર થયું હતું. જેમાં પોરબંદર સેશન્સ કોર્ટ દ્વારા ભીમા દુલા ઓડેદરા તેમજ તેના બનેવી છગન કરશન કારાવદરા સહિત અન્ય આરોપીઓને નિર્દોષ છોડી મુકવામાં આવ્યા હતા.
બાદમાં સરકાર પક્ષે હાઇકોર્ટમાં અપીલ કરતા હાઇકોર્ટ દ્વારા ભીમા અને છગનને આજીવન કેદ ફરમાવી હતી. જ્યારે અન્ય આરોપીઓને નિર્દોષ છોડી મુક્્યા હતા. ત્યારબાદ ભીમાભાઇ દુલાભાઇ ઓડેદરા અને છગનભાઇ કારાવદરા દ્વારા સુપ્રીમ કોર્ટમાં સામ સામે અપીલ કરવામાં આવેલ સાથોસાથ છગનભાઇ દ્વારા જામીન પર માંગવામાં આવેલ. અને તેમના જામીન અગાઉ મંજુર થઇ ગયા છે. ભીમા દ્વારા અગાઉ પણ સુપ્રીમમાં જામીન માંગ્યા હતા, ફરીથી સુપ્રીમમાં જામીન માંગતા કોર્ટ દ્વારા જામીન મંજૂર થયા છે.