વડોદરા જિલ્લાને સચિવ અને ફિલ્મ અભિનેતા આમિરખાનના હસ્તે એનાયત થયો

વડોદરા,
ભારત સરકારના પેયજળ અને સ્વચ્છતા મંત્રાલય દ્વારા વડોદરા જીલ્લાને સ્વચ્છ ભારત અભિયાન હેઠળ ઓડીએફ સસ્ટનેબિલિટી અને સ્વચ્છતા દર્પણ એવોર્ડ આપવામાં આવ્યો છે.તાજેતરમાં નવી દિલ્હી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી કિરણ ઝવેરીએ સચિવશ્રી પરમેશ્વરન ઐયર અને જાણીતા ફિલ્મ અભિનેતા અને બ્રાન્ડ એમ્બેસેડર આમિર ખાનના હસ્તે આ એવોર્ડ સ્વીકાર્યો હતો.નોંધ લેવી ઘટે કે સ્વચ્છતા દર્પણ રાષ્ટ્રીય પ્રતિયોગિતામાં ગુજરાત રાજ્યના આઠ જીલ્લાઓ પ્રથમ રેંકમાં આવ્યા છે અને તે પૈકી વડોદરા જિલ્લાની કામગીરી એવોર્ડને પાત્ર ઠરી છે.આ સિદ્ધિ માટે જિલ્લા વિકાસ અધિકારીએ સંબંધિત કર્મયોગીઓ ને અભિનંદન આપ્યા છે.