સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ચિઠોડા પોલીસ સ્ટેશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો

સાબરકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી. ચૈતન્ય મંડલીક સા.શ્રી એ સાબરકાંઠા જિલ્લામાં નાસતા ફરતા ઇસમોને પકડી પાડવા અસરકારક કામગીરી કરવા આપેલ આદેશ મુજબ શ્રી વી. આર. ચાવડા પો.ઇન્સ. એલ.સી.બી. ના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી બી.યુ.મુરીમા પેરોલ ફર્લો સ્કોડ એલ.સી.બી. તથા એએસઆઇ ઇન્દ્રસિંહ એ.એસ.આઇ દલજીતસિંહ, હેકો રજુસિંહ વિગેરે સ્ટાફના માણસો દ્રારા બાતમી મેળવી ચિઠોડા પો.સ્ટે.થર્ડ ૧૦૦/૨૦૧૯ પ્રોહી ક. ૬૫ એઇ , ૯૮(૨), ૧૧૬(બી) મુજબના ગુન્હાના કામના નાસતા ફરતા આરોપી ચીમનભાઇ બાલચંદ્ર મહેશ્વરી ઉ.વ. ૫૫ રહે- ૯ મોના બેગ્લોઝ વિજાપુર રણાસણ તા.- વિજાપુર જી.- મહેસાણા વાળાને તા.૧૯/૦૧/૨૦૨૦ ના ક. ૧૫/૦૦ વાગે હિંમતનગર બસ સ્ટેન્ડ ઉપરથી સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ અટક કરી હિંમતનગર બી.ડિવી. પો.સ્ટે. આગળની કાર્યવાહિ માટે સોંપેલ હતો.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)