મહાત્મા ગાંધી વિદ્યામંદિર ખાતે યોજાશે જિલ્લા કક્ષાનો ઉર્જા ઉત્સવ-૨૦૨૦

મહાત્મા ગાંધી વિદ્યામંદિર ખાતે યોજાશે જિલ્લા કક્ષાનો ઉર્જા ઉત્સવ-૨૦૨૦
Spread the love

ગુજરાત ઉર્જા વિકાસ એજસીના ઉપક્રમે ગુજકોસ્ટ માન્ય જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર  નિસર્ગ સાયન્સ સેન્ટરના ઉપક્રમે મહાત્મા ગાંધી વિદ્યામંદિર સેક્ટર:16 ખાતે જિલ્લા કક્ષાના ઉર્જા ઉત્સવનું આયોજન કરવામાં આવેલ છે. આ ઉત્સવમાં જિલ્લાની ૯૦ જેટલી શાળાઓના ૪૦૦ જેટલા વિદ્યાર્થીઓ ભાગ લેશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત ઉર્જા વિકાસ એજસી દ્વારા ૨૦૦૪ થી શાળાઓમાં બાલઉર્જા રક્ષક દળ કાર્યક્રમ થકી વિદ્યાર્થીઓને ઉર્જા પ્રત્યે જાગૃત બને અને ઉર્જા સંરક્ષનનું મહત્વ સમજે તે હેતૂથી દરેક જિલ્લાઓમાં “ અવેરનેસ જનરેશન પ્રોગ્રામ ઓન સસ્ટેનેબલ એનર્જી “કાર્યક્રમ હાથ ધરવામાં આવેલ છે. આ કાર્યક્ર્મ અંતર્ગત ગાંધીનગર જિલ્લાની 90 શાળાઓમાં નિસર્ગ સાયન્સ સેન્ટર દ્વારા વિવિધ પ્રવૃતિઓ દ્વારા વિધ્યાર્થીઓને જાગૃત કરવામાં આવ્યા.

 તા:૧૨/૦૨/૨૦૨૦ ને બુધવાર ના  રોજ સવારે 9-00 થી બપોરના 3-00 વાગ્યા દરમ્યાન મહાત્મા ગાંધી વિદ્યામંદિર, સેક્ટર-16 ગાંધીનગર ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં ઉદ્ઘાટ્ક તરીકે જેડા સિનિયર ઓફિસર એસ.બી.પાટિલ, અતિથિ વિશેષ તરીકે જિલ્લા તાલીમભવન ગાંધીનગર ના પ્રિન્સિપાલ ડો. આઈ.વી.પટેલશ્રી નટુભાઇ વી.લાડાણી ( કો ઓર્ડિનેટર,મહાત્મા ગાંધી સ્કૂલ) , ડો.અનિલ પટેલ (મે.ટ્રસ્ટી, નિસર્ગ) વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ ઉર્જા ઉત્સવમાં ઉર્જા જાગૃતિ રેલી, ઉર્જા રમત , ઉર્જા ચિત્ર સ્પર્ધા,ઉર્જા ક્વિજ,ઉર્જા પ્રદર્શન, ઉર્જા ફિલ્મ શો જેવે વિવિધ કાર્યક્રમો થશે અને વિદ્યાર્થીઓ તેમાં ભાગ લેશે. સ્પર્ધાઓમાં વિજેતા થનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન માટે મોમેન્ટો અને પ્રમાણપત્રો આપવામાં આવશે. સમગ્ર કાર્યક્રમના આયોજનમાં શાળાના આચાર્ય શ્રી એલ વી રાતડીયા   તથા નિસર્ગ ના કો ઓર્ડિનેટર હાર્દિક મકવાણા અને શિવાંગ પટેલ સંકલન કરી રહ્યા છે.

હાર્દિક આર મકવાણા (કો-ઓર્ડીનેટર)

નિસર્ગ સાયન્સ સેન્ટર, ગાંધીનગર
Admin

Admin

9909969099
Right Click Disabled!