પ્રાંતિજ તાલુકાના પોગલુ ગામમાંથી કોરોના ફાળાની રકમ પી.એમ. ફંડમા ફાળો જમા આપ્યો

પ્રાંતિજ તાલુકાના પોગલુ ગામમાંથી કોરોના ફાળાની રકમ પી.એમ. ફંડમા ફાળો જમા આપ્યો
Spread the love

વિશ્વ આખામાં અને ભારત ભરમાં કોરોનાના રોગના કારણે સમગ્ર ભારતમાં ભયાનક સ્થિતિનું નિર્માણ થતાં આ રોગ સામે સરકાર દ્વારા આરક્ષણ માટે તનતોડ પ્રયાસો હાથ ધરાયા છે અને દેશમાંથી આ મહામારી રોગને સામૂહિક પ્રયાસોથી મીટાવવા કેન્દ્ર અને રાજ્ય ની સરકારો ખૂબ જ પ્રયાસો કરે છે તેમાં લોકભાગીદારીથી અને ક્યાંક વ્યક્તિગત રીતે પણ પી.એમ. ફંડમા નાણા ટ્રાન્સફર કરીને મદદ કરવામાં આવી રહી છે. એ જ પ્રમાણે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પોગલું ગામ વતી ભાજપ મહામંત્રી એ. કે. મકવાણા, શામળભાઈ પટેલ, અખિલ ભારતીય સંત સમિતિના અને વારાહી શક્તિપીઠ પોગલુના મહંત સુનીલદાસજી મહારાજ, ડી. એમ. મકવાણા, રમેશભાઈ પટેલ, ધર્મેન્દ્રભાઈ ડાયાજી મકવાણા, અનુજભાઈ પટેલ, ભરતસિંહ મકવાણા, કિશનસિંહ મકવાણા સહિતની ટીમ દ્વારા તા. 15=4=2020ને મંગળવારના રોજ સમસ્ત પોટલું ગામ તરફથી પી.એમ. ફંડમાં પ્રાંતિજ તાલુકાના પ્રાન્ત અધિકારી શ્રીમતી સોનલબા પઢેરીયાને 62,500અંકે રૂપિયા બાસઠ હજાર પાંચસો પુરાનો ફાળો જમા આપવામાં આવ્યો હતો આ પ્રસંગે પ્રાંતિજ મામલતદાર ભગોરા અને ગામના આગેવાનો પણ કચેરીમાં હાજર રહ્યા હતા.

મનુભાઈ નાયી (પ્રાંતિજ)

Admin

Admin

9909969099
Right Click Disabled!