ચાણસ્મા : ખોરસમ ગામેં થી સગીરા ગુમ

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાનાં ખોરસમ ગામે રહેતા એક પરિવારની સગીરા તાજેતરમાં ઘરમાં કોઈને કહ્યા વિના ક્યાંક જતી રહી હતી. જેથી પરિવારે શોધખોળ કરતાં તે યુવતી નહીં મળતાં તેનું અપહરણ થયુ હોવાની શંકા સેવાઈ રહી હતી. જે અંગે સગીરાના પરિવારે પોલીસ મથકે જાણ કરી ફરીયાદ નોંધાવી હતી.આ ઘટના અંગે મળતી વિગતો પ્રમાણે ચાણસ્મા નાં ખોરસમમાં રહેતા એક પરિવારનાં વડીલ કોઈ કામ અર્થે દિલ્હી ગયા હતા. જેઓ ઘરે પાછા ફરતા તેમની પત્નીએ તેમની દિકરી ગુમ થઈ હોવાનું જણાવીને દિકરીનો એક ફોન તેનાં પિતાને આપતાં ફોનમાં પડેલા એક યુવાનના ફોટા અને આધાર કાર્ડ આધારે તેનાં પિતાએ તે યુવાનનાં પિતાનો સંપર્ક કરતાં તેમણે પણ તેમનો દિકરો ગુમ હોવાનું જણાવ્યું હતું. તેઓ પણ તેને શોધી રહ્યા હોવાનું જણાવતાં તેમને શંકા ગઈ હતી કે, આ યુવાને તેમની દિકરીનું અપહરણ કરી ભગાડી ગયો હશે. જેને લઇને તેમણે ફરીયાદ નોંધાવી હતી.
આ અંગેની વધુ વિગત એવી છે કે, કિશોરીનાં પિતા દિલ્હીથી ઘરે આવતાં તેની પત્નીએ તેમને કહેલ કે, તમે દિલ્હી ગયા તેનાં બીજા દિવસે તેની પાસેથી મળેલા એક ફોન અંગે તેને પૂછતાં તેણે કોઈ જવાબ આપ્યો નહોતો.એ ફોન તેની પાસેથી લઈને સંતાડી દીધો હતો, કિશોરી ઘરની બહાર બેસવા ગયેલી તે તેની માતાને જોવા ન મળતાં તેણે પરિવારનાં અન્ય લોકોને જાણ કરી હતી. બાદમાં પતિ ઘરે આવતાં તેને વાત કરતાં તેમણે દિકરી પાસેથી મળેલો ફોન જોતાં તેમાં કોઈ યુવકના ફોટા અને આધાર અને પાન કાર્ડ હતા.જેથી પિતાએ યુવકના ઘરે તપાસ કરતાં તેઓએ પણ તે ઘરે નથી. એમ જણાવતાં દિકરીને એ જ ભગાડી ગયો હોવાની શંકા ગઈ હતી અને ફરિયાદ નોંધાવી હતી.
રિપોર્ટ: અનિલ રામાનુજ રાધનપુર,પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300