દારૂની હેરાફેરી કરતા બે બુટલેગરોને દારૂના જથ્થા સાથે ઝડપી લેતી પાટણ એલસીબી

દારૂની હેરાફેરી કરતા બે બુટલેગરોને દારૂના જથ્થા સાથે ઝડપી લેતી પાટણ એલસીબી
Spread the love

પાટણ જિલ્લાના સિધ્ધપુર હાઇવે રોડ ઉપર આઈ-20 ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ બીયરની કુલ બોટલ,ટીન નંગ- ૧૧૬૦ કિં.રૂ.૧,૩૫,૪૦૦ સહિત કુલ કિં.રૂ. ૪,૪૫,૪૦૦ના મુદ્દામાલ સાથે બે ઇસમોને પાટણ એલસીબી ટીમે ઝડપી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

આ બાબતે પોલીસ સુત્રો તરફથી મળતી હકીકત મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રવિન્દ્ર પટેલ નાઓએ આગામી લોકસભા ચુંટણી અનુસંધાને પાટણ જીલ્લામાંથી પ્રોહી.લગત
ની ગે.કા.પ્રવૃતિ દુર કરવા કરેલ સુચના આધારે પાટણ એલસીબી ઇન્ચાર્જ પીઆઈ વી.આર.ચૌધરી સહિત એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસોએ ચક્રોગતિમાન બનાવી સિધ્ધપુર પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગ
મા હતા. જે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે સિધ્ધપુર સરસ્વતી નદીના પુલ ઉપર નાકાબંધી કરી મરૂણ કલરની આઇ-૨૦ ગાડી નં.GJ18BE7997 ને ઉભી રખાવી તેની તલાસી લેતા તેમાથી ભારતીય બનાવટના વિદેશી દારૂ બીયરની કુલ બોટલ ટીન નંગ- ૧૧૬૦ કિં.રૂ.૧,૩૫,૪૦૦ ના વિદેશી દારૂના જથ્થા તથા મોબાઇલ નંગ-૨ કી.રૂ.૧૦,૦૦૦ તથા ગાડી કી.રૂ.૩૦૦૦૦૦ મળી કુલ કી.રૂ. ૪,૪૫,૪૦૦ ના મુદ્દામાલ સાથે અમનખાન ઇમ્તીયાઝખાન પઠાણ રહે-૨૨૧૭ ગુંદીવાડ ભુતની આબલી આસ્ટોડીયા દરવાજા રાયપુર ખાડીયા અમદાવાદ શહેર અને મૌલીક અરૂણભાઇ સોલંકી રહે.અમૃતનગર વિભાગ ૦૧ બહેરામપુરા કેલીકો મીલ પાસે અમદાવાદ ની અટકાયત કરી સિધ્ધપુર પોલીસ મથકે ગુનો નોંધી આ ગુનામાં સંડોવાયેલા સાહીલ ઉર્ફે બોબી પરમાર રહે-મજુરગામ ગીતા મંદીર એસ.ટી.સ્ટોપ પાસે અમદાવાદ(દારૂમંગાવનાર), દિલાવર અકબરભાઇ જુનેજા રહે-થરાદ (દારૂપુરો પાડનાર)અને અકબરભાઇ જુનેજા રહે-થરાદ (દારૂ ભરી ક્રોસીંગ કરી આપીજનાર તથા પઇલોટીંગ કરનાર) ને ઝડપી લેવા ચક્રો ગતિશીલ કયૉ હોવાનું પોલીસ સુત્રો એ જણાવ્યું હતું.

રિપોર્ટ: અનિલ રામાનુજ રાધનપુર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20240418-WA0053-0.jpg IMG-20240418-WA0054-1.jpg

Anil Ramanuj

Anil Ramanuj

Right Click Disabled!