સટ્ટા બેટીંગનો જુગાર રમાડતા ૨ ઈસમો ને પકડી પાડતી ભરૂચ “એ” ડીવી પોલીસ

વડોદરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી અભયસિંહ ચુડાસમા તથા ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ તરફથી જીલ્લા માં પ્રોહી / જુગાર ની અસમાજીક પ્રવુતી ચલાવતા ઈસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સુચના મળેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી. પી. વાઘેલાનાઓના માર્ગદર્શન હેઠળ ભરૂચ શહેર “એ” ડીવી. પો. સ્ટે. પો. ઈન્સ. શ્રી એ. કે. ભરવાડનાઓના સાથે અ. હે. કો. ધર્મેદ્રભાઇ જુલાલભાઇ તથા અ.હે.કો. રાજેદ્રભાઇ નાથાભાઇ તથા પો. કો. સરદારસિંહ બળવંતસિંહ તથા નરેશભાઇ અંબાલાલ તથા અ. પો .કો. ભરતભાઇ અરશીભાઈ તથા અ.પો.કો. કનુભાઇ શામળાભાઈનાઓ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં નીકળેલા તે દરમ્યાન શક્તીનાથ સર્કલ ખાતે હાજર હતા તે વખતે અ. હે. કો. ધર્મેદ્રભાઇ જુલાલભાઇનાઓને અંગત બાતમીદારથી બાતમી મળેલ શક્તીનાથ શાક માર્કેટ, અંબામાતા મંદીર પાસે ભરૂચ ખાતે બે ઈસમો જાહેરમાં ગે.કા. રીતે આંક ફરકનો આંકડાનો કાચી ચીઠી ઉપર સટા બેટીંગનો જુગાર પૈસાથી પોતાના ફાયદા માટે હાલતા ચાલતા રમી રમાડે છે જે આધારે રઇડ કરતા બે ઇસમો (૧) દીલીપસિંહ જયસિંહ ચાવડા ઉ. વ. ૫૮ રહે. કોન્વે સ્કુલ સામે, વસંત મિલની ચાલ, તા. જી. ભરૂચ તથા (૨) સુરેશ ઉર્ફે ભર્યો પ્રકાશભાઇ વાડેકર ઉ.વ. ૨૮ રહે. એ/૧૦૨ , સરકારી આવાસ, મોદીબાગ સામે, તા. જી. ભરૂચ નાઓ જાહેરમાં ગે. કા. રીતે આંક ફરકનો આંકડાનો કાચી ચીઠી ઉપર સટા બેટીંગનો જુગાર પૈસાથી પોતાના ફાયદા માટે હાલતા ચાલતા રમી રમાડતા રોકડા રૂ. ૧૦, ૩૭૦ તથા એક મોબાઇલ જેની કિ. રૂ. ૫૦૦૦/- તથા અન્ય ચિજ વસ્તુ મળી કુલ કિ. રૂ. ૧૫,૩૭૦/- ના મુદ્દામાલ સાથે બન્ને ઇસમ પકડાઇ ગયેલ હોય જેથી તેમની વિરૂધ્ધ જુગાર ધારા કલમ-૧૨ (૨) મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરેલ છે.